ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ
Blog Article
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થાનિક ડેપ્યુટી શેરિફના પુત્રે વિદ્યાર્થીઓ પર કરેલા ગોળીબારમાં બેના મોત થયાં હતાં અને પાંચ ઘાયલ થયાં હતાં. હુમલાખોરની ઓળખ ફોનિક્સ ઇકનર તરીકે થઈ હતી અને પોલીસે કરેલા વળતા ગોળીબારમાં તે પણ ઘાયલ થયો હતો.
ગોળીબાર શરૂ થતાં કેમ્પસ બંધ કરાયું હતું. બપોરના ભોજન સમયે ગોળીબાર થયા પછી તરત જ સુરક્ષા દળો ઘટનાસ્થળે ધસી ગયા ગયા હતા. લિયોન કાઉન્ટી શેરિફ વોલ્ટ મેકનીલે પત્રકારોને જણાવ્યું હતું કે 20 વર્ષીય ઇકનર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેમના સ્ટાફના સભ્યનો પુત્ર છે. દુર્ભાગ્યવશ પુત્રના હાથમાં ડેપ્યુટી શેરિફનું હથિયાર આવી ગયું હતું.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગોળીબારને શરમજનક, ભયાનક ઘટના ગણાવી હતી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકનો પાસે બંદૂકો રાખવાનો હક અબાધિત રહેશે.